Thursday, February 4, 2016
Free dth bandh thai gai hoy to chalu karva mate
જે મિત્રો દૂરદર્શનના Free Dish DTH પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તેમને ૧ ફ્રેબ્રુઆરી તેની ફ્રીક્વન્સી બદલાયેલ હોવાથી ચેનલો દેખાવાની બંધ થઇ હશે તેમના માટે ઉપયોગી બને તે આશય થી આપને માહિતી અહીં શેર કરું છે
TP - 1
ફ્રીક્વન્સી = 11090
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 2
ફ્રીક્વન્સી = 11170
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 3
ફ્રીક્વન્સી = 11470
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 4
ફ્રીક્વન્સી = 11510
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
TP - 5
ફ્રીક્વન્સી = 11550
સિમ્બોલ રેટ = 29500
પોલીમરાઇઝેશન = Vertical
દૂરદર્શનના Free Dish DTH પ્લેટફોર્મ અત્યારે 16 ચેનલ ઉમેરાઈ ને કુલ 80 ચેનલ થયેલ છે જેમાં 10 બેસ્ટ હિન્દી ન્યૂઝ ચેનલનો પણ સમાવેશ થયેલ છે
Sunday, January 31, 2016
વાચવા લાયક
ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો.
દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્નની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્નીનો ફૉન
૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .
દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...